બાગમાં બળવો
ફૂલ સૌ ભેગાં થયાં, ને છે ખુમારી બાગમાં,
ના હવે હારો બનીને, ના સવારી બાગમાં.
એ ગુલાબે ત્રાડ પાડી: ‘લાશ પર ફેંકે મને!
શું અમારી જાત છે કેવળ બિચારી બાગમાં?’
મોગરાની મ્હેક પણ વેચાય શીશીમાં ભરી,
ને ભ્રમરની જાત થઈ ગઈ છે ભિખારી બાગમાં.
એ જ માળી ભાષણો દે: ‘હું તમારો છું સખા’,
ને છુપાવી હાથમાં એણે કટારી બાગમાં.
સાંજ ટાણે એક ગલગોટો ય ખીલ્યો, ઓ ‘પરાગ’,
બાળકીના ચોટલે બેઠો હજારી બાગમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #ફૂલ #બાગ #રાજકારણ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #FlowerRevolt #Politics #Innocence #ParagRatanpara