તારાનું અજવાળું
વિજ્ઞાનના શિક્ષકે કહ્યું:
‘આ જે તારો તમે જુઓ છો,
એ કદાચ હજારો વર્ષ પહેલાં
બુઝાઈ ગયો હોય.
તમે જે જુઓ છો
એ તો માત્ર એનું
રસ્તામાં રહી ગયેલું અજવાળું છે.’
વર્ગમાં બધાએ
નવાઈથી ‘વાહ’ કહ્યું.
હું ચૂપ રહ્યો.
મને બાની યાદ આવી.
ત્રણ વર્ષ થયાં,
તોય રોજ સાંજે
ઘરના ઉંબરે
એની આરતીનો પ્રકાશ દેખાય છે,
રસોડામાંથી
એની ચૂડીનો રણકાર સંભળાય છે.
અંતરીક્ષ
છળ કરે છે, કે પ્રેમ —
એ હજી
મને સમજાયું નથી.
– પરાગ રતનપરા