← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અરે, કોઈ તો…

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અરે, કોઈ તો
આ ઘડિયાળને કહો
કે થોડી વાર
ઊભી રહે.

બા હમણાં જ
ઊંઘી છે,
ઘણા દિવસ પછી,
દુખાવા વગર.

દવાનો સમય
થવા દો,
ડૉક્ટરનો ફોન
રણકવા દો,
સવાર
પડવા દો —

પણ અત્યારે,
આ એક પળ,
બાના ચહેરા પર
જે શાંતિ છે,

એને
અરે, કોઈ તો
ફ્રેમમાં મઢી લો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખચાંદની મસ્તીઆગલો લેખ →ફકીરા