← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અરદાસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના ખજાનો, ના મહેલો, ના કશું મુજ પાસ છે,
ફોરમે ભરપૂર, એવો એક કેવળ શ્વાસ છે;
આખરે હું પંક્તિઓમાં મ્હેક મૂકું, દોસ્ત, તો
એ જ મારી જિંદગીની આખરી અરદાસ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપ્રહારોઆગલો લેખ →રોજનું રમવું