← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

રોજનું રમવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રિસાવું ને મનાવું, સાજન, આ તો રોજનું રમવું,
સવારે મોં ચડાવવું ને સાંજે સાથે જમવું!

દૂધ ઊભરાયું, વાંક તમારો, ચાવી ખોઈ, વાંક મારો,
છાપું વાંચો તો હું રિસાઉં, ફોન ઝાલું તો તમારો વારો;
ઝઘડો તો ભાઈ ઘરનો મસાલો, ના હોય તો શું ગમવું?…
રિસાવું ને મનાવું…

ચોમાસે છત્રી એક ને માથાં બે, ઝઘડો ત્યાં ય ઝીણો,
‘તમે વધુ પલળો’, ‘ના, તું’, એમ ખભો ભીંજાય ભીનો;
રાતે તાવ તમને ચડે ને મારી આંખે શમણું શમવું…
રિસાવું ને મનાવું…

પરાગ કહે: આ ઝઘડો નથી, આ તો પ્રીતનું ગાણું,
બે મન ઘસાય ત્યારે જ ઊગે જીવતરનું મીઠું વહાણું;
સાઠ વરસે પણ સાથે ફરીએ, એ જ સાચું નમવું…
રિસાવું ને મનાવું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઅરદાસઆગલો લેખ →રિમોટ