અમને શું?
નદી સુકાય કે જંગલ કપાય, અમને શું? ભાઈ, અમને શું?
બારી બંધ ને એસી ચાલુ, ટીવીમાં ચાલે સિરિયલ શું!
રસ્તે કોઈ ઘાયલ પડ્યો, ભીડ થઈ ગઈ ભારી,
સૌએ વીડિયો ઉતાર્યો, કોઈએ ન કરી સારવારી;
‘શૅર’ કર્યું ને ‘લાઇક’ મળ્યા — બાકી ભાઈ, અમને શું?
નદી સુકાય…
પાડોશીના ઘરમાં ચોરી, ‘અમારે શું લેવા-દેવા?’
વોટ દેવાની રજા મળી તો ઊપડ્યા ફરવા-ખાવા;
પાંચ વરસ પછી બૂમ પાડ્યા: ‘આ સરકાર કરે છે શું?’
નદી સુકાય…
પરાગ કહે: આ ‘અમને શું’ની આગ ઘર સુધી આવે,
ત્યારે બારી ખોલી જોજો — કોણ બચાવવા આવે?
પાડોશી પણ એમ જ કહેશે: ‘ભાઈ, અમને શું? અમને શું?’
નદી સુકાય…
– પરાગ રતનપરા