← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અધૂરું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હૃદયનું બધું યે લખાયું અધૂરું,
હતું ગીત હોઠે, ગવાયું અધૂરું.

તને ભૂલવા મેં ઘણી રાત કાઢી,
છતાં નામ તારું ભુલાયું અધૂરું.

પિતાજી ઘડે રોજ શિલ્પી બનીને,
હતો હું શિલા, ને ઘડાયું અધૂરું.

ગયાં વર્ષ દસ, ને જુઓ ગામનો પુલ:
થયાં ભાષણો, ને ચણાયું અધૂરું.

પરાગે કલમને ઘસી કાગળો પર,
છતાં આંખનું જળ સુકાયું અધૂરું.

– પરાગ રતનપરા

#ગઝલ #અધૂરપ #પિતા #વિરહ #વ્યંગ #પરાગરતનપરા
#GujaratiGhazal #Incompleteness #Father #Longing #Satire #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખકહી દે છેઆગલો લેખ →ભીતરની વાંસળી