અડીખમ
હજી સામસામે કિનારો અડીખમ,
તમારો, અમારો ઠઠારો અડીખમ.
વચોવચ નદી જિંદગીની વહી ગઈ,
છતાં મૌનનો આ ઇશારો અડીખમ.
ઘણા પત્ર લખ્યા, ન બીડ્યા કદીયે,
અહમ્નો હતો એ સહારો અડીખમ.
તમે જાગતાં રાતભર એકલાં, ને
અમે પણ, હૃદયનો તિખારો અડીખમ.
પરાગે ભલે ફૂલ ખરતાં જ જોયાં,
પવન સાથનો આ પનારો અડીખમ.
– પરાગ રતનપરા
#ગઝલ #અહમ્ #પ્રેમ #રિસામણાં #અંતર #પરાગરતનપરા
#GujaratiGhazal #Ego #LoveAndPride #Separation #TwoShores #ParagRatanpara