આવ ને
ક્યારની હું રાહ જોઉં, તું ય દોડી આવ ને,
બંધનો સૌ, લોક-લજ્જા, આજ છોડી આવ ને.
જે થયું, તે ભૂલ મારી, હું ય માનું છું બધું,
ગાંઠ જે મનમાં પડી છે, એ ય તોડી આવ ને.
એક ચંપલ છે અહીં ને એક તું લઈ ગઈ, સખી,
ચાલવું ફાવે નહીં, લે, સાથ જોડી આવ ને.
સાંજ ઢળતી, આંખ ઝાંખી, વાળ પણ ધોળા થયા,
તોય ક્યાં મોડું થયું છે? સાવ મોડી આવ ને.
ફૂલની પાંખો પરાગે પાથરી છે આંગણે,
રાતની આ ચાંદનીની શાલ ઓઢી આવ ને.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રતીક્ષા #રીસામણાં #પ્રેમ #પુનર્મિલન #પરાગરતનપરા
#GujaratiGhazal #ComeBack #Reconciliation #LoveInOldAge #Waiting #ParagRatanpara