આશાઓનું દફતર
ઈંટના ભઠ્ઠા પાસે
એક છોકરી
રોજ સવારે
આકાશ સામે જુએ છે.
ત્યારે જ
બાજુની સડકેથી
પીળી સ્કૂલ-બસ
પસાર થાય છે.
એ ઈંટો ગોઠવે છે —
એક, બે, ત્રણ…
એ જ રીતે
જેમ
બસમાંનાં બાળકો
ગણતાં શીખતાં હશે.
માથે
ઈંટોનું તગારું છે,
પણ એ ચાલે છે એવી રીતે
જાણે
પીઠ પર
દફતર હોય.
એક દિવસ
મેં પૂછ્યું:
‘ભણવું છે?’
એણે આકાશ તરફ આંગળી ચીંધી:
‘ત્યાં વાદળમાં
મારી નિશાળ છે.
વરસાદ પડે ત્યારે
રજા પડે છે.’
– પરાગ રતનપરા