← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંસુ ન આવે તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વચ્ચે મારગ છોડી જાય કોઈ, ને આંખે ઝળઝળિયાં ન ઊગે,
તો સમજો કે પથ્થર બેઠો છે, ધબકારાની પૂગે.

ઘણું રડ્યા’તા પહેલી વારે, ભીંજી’તી સૌ રાત,
બીજી વારે ચૂપ રહ્યા, ને ત્રીજે ભૂલ્યા વાત;
હવે તો ઝરણું સુકાઈ ગયું, ને રેત ઊડે છે ઉગે…
વચ્ચે મારગ છોડી જાય…

ચોમાસું ધોધમાર વરસ્યું, તોય ન ભીની આંખ,
પંખી સઘળાં ઊડી ગયાં, ને રહી ગઈ ખાલી શાખ;
રડવું પણ એક લહાણું છે, જે નસીબવાળાને પૂગે…
વચ્ચે મારગ છોડી જાય…

પરાગ કહે: જો આંસુ ખૂટે, તો ગીત ગાઈ લેજો,
ગીતમાં ભીનાશ ભરી, ને જાતને ધોઈ લેજો;
કવિતા એવું ઝરણું, જે પથ્થર ફાડીને ઊગે…
વચ્ચે મારગ છોડી જાય…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપ્લાસ્ટિકનાં ફૂલઆગલો લેખ →પ્રિયે