← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આંગળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગુરુએ
આંગળી ઊંચી કરીને
શિષ્યને ચાંદ બતાવ્યો.

શિષ્ય
આંગળીને નમ્યો.

પછી શિષ્યના શિષ્યો
આંગળીની આરતી ઉતારવા લાગ્યા,
આંગળીના ફોટા છપાયા,
આંગળીનાં મંદિરો બંધાયાં,
આંગળી કોની સાચી —
એના પર ઝઘડા થયા.

ને ચાંદ?

એ હજી
એટલો જ શાંત,
એટલો જ ઉજાસભર્યો,
આકાશમાં
એકલો ઊભો છે —
કોઈ ઊંચે જુએ
એની રાહમાં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખસપનું ચાખી જોઆગલો લેખ →ક્યારેક