આંગળી
ગુરુએ
આંગળી ઊંચી કરીને
શિષ્યને ચાંદ બતાવ્યો.
શિષ્ય
આંગળીને નમ્યો.
પછી શિષ્યના શિષ્યો
આંગળીની આરતી ઉતારવા લાગ્યા,
આંગળીના ફોટા છપાયા,
આંગળીનાં મંદિરો બંધાયાં,
આંગળી કોની સાચી —
એના પર ઝઘડા થયા.
ને ચાંદ?
એ હજી
એટલો જ શાંત,
એટલો જ ઉજાસભર્યો,
આકાશમાં
એકલો ઊભો છે —
કોઈ ઊંચે જુએ
એની રાહમાં.
– પરાગ રતનપરા