← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આલ્બમ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દાદાના આલ્બમમાં
માંડ ચાલીસ ફોટા હતા.
દરેક ફોટાની પાછળ
પેનથી લખેલું હતું —
‘લગ્ન, ૧૯૬૨’,
‘મોટાભાઈની નોકરીનો પહેલો દિવસ’,
‘બાનો ભાવનગર પ્રવાસ’.

દર દિવાળીએ
આલ્બમ ખૂલતું,
ને ચાલીસ ફોટામાંથી
ચાર કલાકની વાતો નીકળતી.

મારા ફોનમાં
ચાલીસ હજાર ફોટા છે.
પાછળ કંઈ લખાતું નથી,
આગળ કોઈ જોતું નથી.

ગઈ કાલે
ફોને કહ્યું, ‘સ્ટોરેજ ભરાઈ ગયું છે.’

મેં
ફોટા ડિલીટ કરવા માંડ્યા,
ને ખબર પડી
કે આમાંના એક પણ ફોટામાં
કોઈ વાત
ભરાયેલી નહોતી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆભ છેઆગલો લેખ →મનના ગોખલે