← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આકાશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આકાશ છે માયાળુ, ને આ ઝૂંપડી પર ના પડે,
તૂટ્યાં ભલે નળિયાં, છતાં એ ચાંદની થઈને અડે;
ઠંડી ગરમ, દુઃખો ઘણાં, સઘળું જુએ આકાશ તો,
બોલે નહીં, એ તો કદી ચોમાસમાં છાનું રડે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચશ્માંઆગલો લેખ →છબીમાં