આજે
દાદાની ડાયરી
પીળી પડી ગઈ છે.
અક્ષરો ઝાંખા,
શાહી ફેલાયેલી —
કદાચ ચોમાસું,
કદાચ આંસુ.
હિસાબ છે:
બિયારણ, વ્યાજ, દવા,
બાના બંગડીના ત્રણ રૂપિયા.
એક પાના પર
માત્ર તારીખ છે,
ને નીચે એક જ શબ્દ:
‘આજે’.
પછીનું પાનું કોરું.
હું વર્ષોથી
એ કોરું પાનું વાંચું છું.
‘આજે’ શું થયું હતું, દાદા?
ડાયરી ચૂપ છે.
કદાચ
કેટલીક વાતો
ન લખાય
ત્યારે જ
પૂરેપૂરી વંચાય છે.
– પરાગ રતનપરા