આગિયો
આગિયાને
કોઈએ પૂછ્યું:
‘આટલા મોટા અંધારામાં
તારું આ ટમટમિયું
શું કામનું?
સૂરજ તો નથી બની શકવાનો!’
આગિયો હસ્યો,
પાંખો ફફડાવી,
ને બોલ્યો:
‘મારે સૂરજ થવું પણ નથી.
મારે તો બસ
આ ઝાંખરાની નીચે
રસ્તો ભૂલેલી
એક કીડીને
એનું દર બતાવવું છે.’
ત્યારથી હું
મોટાં અજવાળાંની
રાહ જોતો નથી.
ખિસ્સામાં
એક નાનકડો આગિયો રાખું છું.
– પરાગ રતનપરા