આગ અને બરફ
મોટો ભાઈ
આગ જેવો હતો —
વાતવાતમાં ભડકે,
થાળી ફેંકે,
બારણું પછાડે.
નાનો
બરફ જેવો —
કશું ન બોલે,
બસ ઠરી જાય,
ને મહિનાઓ સુધી
ઠરેલો રહે.
બાપુ કહેતા:
‘આગ ઘર બાળે,
બરફ ઘર ભાંગે.’
બાપુ ગયા પછી
બેય સાચા પડ્યા.
આજે વાડામાં
એક બાજુ રાખ છે,
બીજી બાજુ
તિરાડ.
ને વચ્ચે
બાનો તુલસીક્યારો —
જેને
ન આગ જોઈએ,
ન બરફ;
બસ,
રોજ એક લોટો પાણી.
– પરાગ રતનપરા