← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આભ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આભને
આભની પણ માયા નથી.

વાદળ આવે, તો આવવા દે,
જાય, તો જવા દે.
પંખી ઊડે, તો ઊડવા દે,
ખરે, તો ખરવા દે.

સૂરજ ઊગે
તો ગુલાલ થઈ જાય,
આથમે
તો રાખોડી,
ને રાતે
તારાના ટાંકા લઈ
ચૂપચાપ
પોતાનું ઓઢણું સીવી લે.

કોઈ દિવસ
આભે
કોઈને પકડી રાખ્યું નથી.

કદાચ
એટલે જ
આખું જગત
એની નીચે
સલામત ઊંઘે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઝાલાવાડી ધરતીઆગલો લેખ →તમે આવ્યાં