← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આ કોણ રે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શ્વાસ મારા, દેહ મારો, ભીતરે આ કોણ રે?
હું જ બેઠો છું ઘરે, તો ઉંબરે આ કોણ રે?

ઊડતું પંખી ગયું છે દૂર ઊંચા આભમાં,
તોય ગાતું રાતભર આ પાંજરે આ કોણ રે?

પગ થયા ઘરડા, અને ના નાચવાનું ગામમાં,
રાતભર તોયે ઝણકતું ઝાંઝરે આ કોણ રે?

આંખ ખોલું ત્યાં જ સૂનો ઓરડો દેખાય છે,
બંધ આંખે સાથ સૂતું બિસ્તરે આ કોણ રે?

ફૂલ ખરતાં તો પરાગે મ્હેકને પૂછ્યું ઘણું,
દેહ ખર્યો, તો ય મ્હેકે અંદરે આ કોણ રે?

– પરાગ રતનપરા

#ગઝલ #આત્મા #અધ્યાત્મ #હુંકોણ #રહસ્ય #પરાગરતનપરા
#GujaratiGhazal #WhoAmI #Soul #Spirituality #InnerPresence #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમારું હતુંઆગલો લેખ →ઉનાળો