← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

યાદનું પીંછું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પુસ્તકનાં પાનાં ફેરવતાં
એક મોરપીંછું સરી પડ્યું.

ક્યારે મૂક્યું હશે?
કોણે આપ્યું હશે?
યાદ નથી.

બસ એટલું યાદ છે —
નિશાળમાં સૌ કહેતાં:
‘પીંછું પુસ્તકમાં મૂકો,
તો એને બચ્ચાં થાય.’

વર્ષો વીત્યાં.
પીંછાને બચ્ચાં તો ન થયાં.

પણ આજે
એને હાથમાં લેતાં
એક બપોર થઈ,
એક નિશાળ થઈ,
એક બેન્ચ થઈ,
ને એક છોકરી થઈ —
જેણે ધીમેથી કહ્યું હતું:
‘લે, તારા માટે.’

હવે સમજાય છે,
પીંછાંને બચ્ચાં થાય છે —
યાદોનાં.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆવે તો સ્હેવુંઆગલો લેખ →રહે ચાલતો