← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિરોધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું ગુસ્સે થાય છે
ત્યારે
ચશ્માં કાઢીને
ટેબલ પર પછાડે છે,
ને બોલે છે:
‘તમને તો કંઈ સમજાતું જ નથી!’

હું ચૂપ રહું છું.
મને ખબર છે —
જે દિવસે
તું ઝઘડવાનું છોડી દેશે,
એ દિવસે
આપણી વચ્ચે
કશું બચ્યું નહીં હોય.

વિરોધ પણ
એક જાતનો સ્પર્શ છે.

અજાણ્યા સાથે
કોઈ ઝઘડતું નથી.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખભીંતઆગલો લેખ →સાવધાન