વિના
નથી ધાન ઊગે પસીના વિના,
નથી ઓપ વીંટી, નગીના વિના.
ભલે ભાગ્ય રેખા લખે હાથમાં,
વળે ના ફળો કૈં મહીના વિના.
ખરી ઓળખાણો મળે ઠોકરે,
પરખ મિત્રની શી, કમીના વિના?
હતી બા, હતું ઘર ભરેલું બધું,
હવે હજ અધૂરી, મદીના વિના.
પરાગે ઘણા બાગ ખૂંદ્યા, છતાં
ગુલાબો ય ફિક્કાં, હસીના વિના.
– પરાગ રતનપરા
#ગઝલ #પરિશ્રમ #ધીરજ #મા #જીવનબોધ #પરાગરતનપરા
#GujaratiGhazal #HardWork #Patience #TrueFriends #MothersAbsence #ParagRatanpara