← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિકાસે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બની છે ગટર સૌ નદીઓ વિકાસે,
ગયાં વૃક્ષ, ઝૂલા, ગલીઓ વિકાસે.

વડે ઝૂલતાં'તાં, હવે મૉલ ઊભો,
કથામાં રહી ગઈ પરીઓ વિકાસે.

નગરમાં હવા પણ મળે બાટલીમાં,
ગણો શ્વાસ જાણે ઘડીઓ વિકાસે.

ધુમાડે છુપાયા બધા આભ-તારા,
થયાં લુપ્ત જાણે સદીઓ વિકાસે.

પરાગે ય શોધ્યા બગીચા નગરમાં,
હતી પ્લાસ્ટિકી સૌ કળીઓ વિકાસે.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #વિકાસ #પર્યાવરણ #કોંક્રીટનુંજંગલ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #Development #Environment #ConcreteJungle #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખપાછું વળેઆગલો લેખ →મારું ગામ