← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિદાયપત્ર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હે ધરતી,
જ્યારે હું જઈશ
ત્યારે કશું સાથે નહીં લઉં —
બસ,
તેં પહેલી વાર
મારા ઉઘાડા પગને
જે ઠંડક આપી હતી,
એ પહેલા વરસાદ પછીની
ભીની માટીની ગંધ
ખિસ્સામાં ભરી લઈશ.

ને મારી રાખ
વેરજો
ખેતરને શેઢે —
જેથી
એક વાર
મારું પણ કશુંક
ઊગી શકે,
કોઈની પાસે કશું માગ્યા વગર.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખદાદાની ગીતાઆગલો લેખ →ગામ સૌનું છે