← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિદાય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢોલ થંભ્યા, ગીત થંભ્યાં, આંગણું સૂનું થયું,
એક પાલવ જ્યાં સરક્યો, બારણું સૂનું થયું.

ઢીંગલી એની હજી પણ ઓરડે બેઠી રહી,
દીકરી સાથે અમારું પારણું સૂનું થયું.

વેલ જેવી ઝૂલતી’તી બાપના ખભ્ભા ઉપર,
એ ખભાનું આજ જાણે ઝૂલણું સૂનું થયું.

શીતની સાંજે બધાં ભેગાં થતાં જ્યાં હૂંફમાં,
હાસ્ય એનું ના મળે, ને તાપણું સૂનું થયું.

આ પરાગે આશિષો દીધી વિદાયે, ને પછી
આભનું પણ તારલાનું ઓઢણું સૂનું થયું.

– પરાગ રતનપરા

#ગઝલ #દીકરી #વિદાય #પિતા #સૂનુંઘર #પરાગરતનપરા
#GujaratiGhazal #Daughter #Farewell #FathersHeart #EmptyHome #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખતું ક્યાં હતો?આગલો લેખ →દોસ્ત