દોસ્ત
લખોટી, પતંગો, મજાનો હતો દોસ્ત,
અમીરી ન'તી, પણ ખજાનો હતો દોસ્ત.
ટિફિન એક, રોટી ય એક જ, અમે બે,
છતાં તૃપ્તિનો એ ઘરાનો હતો દોસ્ત.
ખમું માર હું, ને રડે તું, ભલા, ત્યાં,
જનમથી જ નાતો પુરાણો હતો દોસ્ત.
હવે ‘સર’ કહીને તને બોલવો છે,
ગયો મશ્કરીનો જમાનો, હતો દોસ્ત.
પરાગે લખોટી હજી સાચવી છે,
રમતમાં છુપાયો તરાનો હતો દોસ્ત.
– પરાગ રતનપરા
#ગઝલ #દોસ્તી #બાળપણ #શાળા #મિત્ર #પરાગરતનપરા
#GujaratiGhazal #Friendship #ChildhoodFriend #SchoolDays #Nostalgia #ParagRatanpara