વીંટી
દરિયાકિનારે
રેતીમાં
એની વીંટી ખોવાઈ ગઈ.
અમે બંને
ઘૂંટણિયે બેસી
આખી સાંજ
રેતી ચાળતાં રહ્યાં.
વીંટી ન મળી.
પણ એ સાંજે
ઘણાં વરસો પછી
અમારા હાથ
રેતીમાં
વારંવાર
એકબીજાને અડતા રહ્યા.
હવે
દર વરસે
એ જ દિવસે
અમે દરિયે જઈએ છીએ —
વીંટી શોધવા.
– પરાગ રતનપરા