← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વીજળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હું તો આષાઢી વીજળી, ને તું ગાજતો મેહુલિયો,
હું ચમકું ને તું વરસે, એવો આપણો ઝૂલણિયો.

આભે કાળાં વાદળ ઘેર્યાં, મોર કરે છે ટહુકા,
તારા આવવાના એંધાણે ધબકે છાતીના ઝૂકા;
ખેતર ખેતર તરસે ઊભાં, તું કેમ રહ્યો રે છેટો?
હું તો આષાઢી વીજળી…

તું વરસે તો ધરતી ફોરે, હું ચમકું તો ગામ,
એક ઘડીનો મેળો આપણો, પછી દૂરનું નામ;
પણ એ ઘડીમાં આખું ચોમાસું થઈ જાય રે મીઠો…
હું તો આષાઢી વીજળી…

પરાગ કહે: આ પ્રીત અમારી ઘડીક ચમકની વાત,
પણ ચમક પછીનો અંધારો પણ લાગે રૂપાળી રાત;
વીજળી ને વાદળનું સગપણ, એ તો જનમજનમનો મેળો…
હું તો આષાઢી વીજળી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસાંભળશો?આગલો લેખ →ક્યાં હશે?