વરવું પડે
તારલો થઈ ઝગે, તો ય ખરવું પડે,
દીપ થઈ તું જલે, તો ય ઠરવું પડે.
આભમાં નામ અંકિત થવું હોય તો,
જીવતાં જીવ થોડું ય મરવું પડે.
જો જવું હોય સામે કિનારે, પછી
નાવ છોડી, ભરોસે જ તરવું પડે.
જો થવું હોય મોટું, શરત એ જ છે,
ધૂળમાં પગ ઉઘાડે ય ફરવું પડે.
આ પરાગે ગઝલમાં લખી વાત આ,
કંટકોને ય હસતાં જ વરવું પડે.
– પરાગ રતનપરા
#ગઝલ #ત્યાગ #સંઘર્ષ #શ્રદ્ધા #જીવનદર્શન #પરાગરતનપરા
#GujaratiGhazal #Sacrifice #Struggle #Faith #PhilosophyOfLife #ParagRatanpara