વરસ્યો
મને ઝંખતો, એ સવારે વરસ્યો,
બધે ખેતરે ને દુવારે વરસ્યો.
ન પૂછી કદી કોઈની જાત એણે,
ધજાઓ ઉપર ને મઝારે વરસ્યો.
ન’તી સાથ છત્રી, ગયો બ્હાર જ્યારે,
મને એકલાને બજારે વરસ્યો.
હતી ઝૂંપડીમાં ટપકતી પથારી,
ગરીબો ઉપર એ ઉધારે વરસ્યો!
પરાગે જરા ગીત ગાયું હશે ને,
બની સૂર, મારા સિતારે વરસ્યો.
– પરાગ રતનપરા
#ગઝલ #વરસાદ #ચોમાસું #ગામડું #સંગીત #પરાગરતનપરા
#GujaratiGhazal #Monsoon #RainPoetry #Village #Music #ParagRatanpara