વહેંચ્યું
પિતા જ્યાં ગયા, ભાઈ ખેતર વહેંચ્યું,
પછી ઓરડા, ભીંત, ઉંબર વહેંચ્યું.
હતો એક કૂવો, હતું એક પાણી,
અમે ભીંતથી આજ અંબર વહેંચ્યું.
ઉઘાડી પટારી, હતી એક સાડી,
અને જોડમાંથી ય ઝાંઝર વહેંચ્યું.
અમે બાળપણમાં હતા એક સાથે,
હવે બાળપણનું ય દફ્તર વહેંચ્યું.
પરાગે જરા દૂર ઊભા રહીને
જુએ: ગામ સઘળું ય પાદર વહેંચ્યું.
– પરાગ રતનપરા
#ગઝલ #ભાગલા #ભાઈઓ #વારસો #ગામ #પરાગરતનપરા
#GujaratiGhazal #DividedHome #Brothers #Inheritance #BrokenBonds #ParagRatanpara