← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વગડાનો વાયરો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વગડાનો વાયરો આવ્યો, લાવ્યો ખુશ્બૂની પોટલી,
ખાખરે કેસૂડાં ખીલ્યાં, જાણે રંગની છૂટી ચોટલી.

ટેકરીએ ઘેટાં ચરે ને ભરવાડ વગાડે પાવો,
ઝરણું કહે પથ્થરને: ‘ભાઈ, મારી સાથે ગાતો આવો’;
પીપળનાં પાન તાળી પાડે, ખોલે મનની ઓટલી…
વગડાનો વાયરો…

શહેરી બાબુ આવ્યા ત્યાં તો ગજવે મોબાઈલ લઈને,
‘નેટવર્ક નથી!’ બૂમ પાડી, બેઠા મોઢું ચડાવીને;
વગડો હસ્યો: ‘અહીં તો ભાઈ, પંખીની લાઇન મોકળી…’
વગડાનો વાયરો…

પરાગ કહે: વગડાનો શ્વાસ જે ફેફસાંમાં ભરશે,
એનો થાક ઊતરશે ને મનનું મેલું ખરશે;
સિમેન્ટના જંગલમાં રહી, રાખજો બારી ખુલ્લી, ભોળી…
વગડાનો વાયરો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવરસાદ પછીઆગલો લેખ →ઊજળાં