← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાતમાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બે જણા બેઠાં હતાં, ને આ સદીઓ વાતમાં,
ગામ આખું, ખેતરો ને સૌ નદીઓ વાતમાં.

નામ આવ્યાં કેટલાં, ને કેટલી અફવા ચડી,
ને પછી ભૂલી પડેલી એ ગલીઓ વાતમાં.

તું હસી’તી એક વેળા, એ હજી યાદે ચડે,
એટલે ખીલ્યા કરે છે સૌ કળીઓ વાતમાં.

બાળપણની પોટલી ખૂલી જરા ત્યાં તો પછી
ચાંદ, ડોશી, રેંટિયો ને સૌ પરીઓ વાતમાં.

રાત આખી ચાંદ જાગ્યો, ને પરાગે ઝીલિયાં
ફૂલ પર ઝાકળ સમી એ સૌ છબીઓ વાતમાં.

– પરાગ રતનપરા

#ગઝલ #વાતો #પ્રેમ #બાળપણ #સંગાથ #પરાગરતનપરા
#GujaratiGhazal #Conversations #Togetherness #Childhood #LoveTalk #ParagRatanpara

ગઝલ
← પહેલો લેખમારા પછીઆગલો લેખ →લાગણી