લાગણી
ન તોલાતી કદી કાંટે, ન આવે માપમાં ક્યારે,
છતાં એ લાગણી ડૂબે, ઉગારે, ને વળી તારે;
ગણિતના સૌ નિયમ હાર્યા, ન સમજાયું ગણિત એનું,
ભરી આંખો જ સમજે છે, હૃદયથી, પ્રેમના દ્વારે.
– પરાગ રતનપરા