← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાટ બનાવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રભુ, મને દીવો નહીં, દીવાની વાટ બનાવ,
બળતાં બળતાં અજવાળું દઉં, એવો ભાવ જગાવ.

મોટો થઈને ઝળહળું ના, ના માગું સન્માન,
ઝૂંપડીના ખૂણે બળું, ત્યાં કોઈ વાંચે જ્ઞાન;
મારું તેલ ભલે ખૂટે, પણ કોઈનું અંધારું હટાવ…
પ્રભુ, મને…

ના માગું હું સાગર મોટો, ના માગું વરસાદ,
ખોબો જળ દે, તરસ્યા હોઠે પહોંચું, એ જ મુરાદ;
નાનો રાખ, પણ કામ આવું, એવો મને ઘડાવ…
પ્રભુ, મને…

પરાગ કહે: ફૂલ થઈને ના, બસ રજ થઈને રાખ,
ઊડું પવને, બીજ બનું, ને ફળે કોઈની શાખ;
હું ન રહું, પણ વન લહેરાય, એવો અંત લખાવ…
પ્રભુ, મને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખગઝલ લખવાઆગલો લેખ →ચા ઠરી જશે