વાટ
મેં તો આંખ્યુંની વાટ્યું સંકોરી રે, સાયબા,
તારી વાટ્યે ઝબૂકે મારી ઓસરી રે, સાયબા.
ઘીના દીવા તો ગામ આખું પેટાવે,
મારે તો તેલ નથી, તોય અંધારું ના ફાવે;
મેં તો કાળજડું કોડિયે ઠાલવી રે, સાયબા…
મેં તો આંખ્યુંની…
વાયરો આવીને મારી જ્યોતને પજવે,
ઝાંપે ખખડાટ થાય, મનડું ત્યાં ઝબકે;
પછી પાલવની આડશ મેં ઝાલવી રે, સાયબા…
મેં તો આંખ્યુંની…
પરાગ કહે: આ દીવો ના ઓલવાશે,
જ્યાં લગી તારા પગલાંની આશા ઉજાશે;
મેં તો રાતને પણ લાજ મૂકી ચાલવી રે, સાયબા…
મેં તો આંખ્યુંની…
– પરાગ રતનપરા