← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંસળી વિનાનું ગોકુળ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાનો ગયો મથુરા, ને ગોકુળ મૂંગું થયું રે,
વાંસળી વિનાનું આખું જીવતર સૂનું થયું રે.

જમનાને તીરે બેસું, પાણી ચૂપચાપ વહે,
કદંબની ડાળે પંખી બોલે નહીં, ઝૂરી રહે;
ગાયો પાછી ના વળે, ને ધણ ભૂલું પડ્યું રે…
વાંસળી વિનાનું…

માખણનાં માટલાં ભર્યાં, કોઈ ન ફોડે આજ,
ગોરસ વેચવા જાઉં, ત્યાં રસ્તે ન રોકે રાજ;
હું ય હવે તો પડછાયો, મારું રૂપ ગયું રે…
વાંસળી વિનાનું…

પરાગ કહે: રાધાને પૂછો, વિરહ કેવો લાગે?
શ્વાસે શ્વાસે શ્યામ વસે, ને આંખ રાતભર જાગે;
વાંસળી ગઈ, તો રાધાનું હૈયું વાંસ બન્યું રે…
વાંસળી વિનાનું…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસૂરજદાદાઆગલો લેખ →આંસુઓ