સૂરજદાદા
જાગો રે સૂરજદાદા, પૂરવની બારી ઉઘાડો,
અંધારાની ગાંઠ છોડી, સોનાની સેર વધારો.
ગાય ભાંભરે, વાછરું દોડે, ઘંટી ગાય પ્રભાતી,
ચૂલે ચડ્યાં ભાત-શિરામણ, માડી ભજન ગાતી;
ખેતરને શેઢે ખેડૂ ઊભો, તમ તેજે હળ હંકારો…
જાગો રે…
પંખીની પાંખે તેજ પરોવો, ફૂલની પાંખડી ખોલો,
ઝાકળને મોતી કરી દો, ને પાણીમાં રંગ ઘોળો;
રાત આખી જેણે રડતાં કાઢી, એના આંસુ લૂછી નાખો…
જાગો રે…
પરાગ કહે: તમે રોજ ઊગો, ન થાકો, ન હારો,
ભેદ ન રાખો મહેલ-ઝૂંપડીનો, સૌને સરખો સહારો;
એવું અજવાળું આપો કે માણસ માણસને ધારો…
જાગો રે…
– પરાગ રતનપરા