← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાળવું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આંગણું વાળ્યું સવારે, પાંદડાં ભેગાં કરી,
ને પવન પાછો ભરી લાવ્યો નવાં પર્ણો ફરી;
હું ય હસ્યો, ને ઉપાડ્યું ઝાડુ પાછું હાથમાં,
ઝાડ ખેરે, હું ય વાળું, બેઉ પૂજા છે ખરી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમોજમાંઆગલો લેખ →પ્રેમપત્રો