← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાદળ મૂંઝાયું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાદળ પૂછે: ‘વરસું ક્યાં?’ ને સૌ પોકારે: ‘અહીં!’
કોને પહેલાં ભીંજવું? — વાદળ મૂંઝાયું તહીં.

ખેતર બોલ્યું: ‘ચાસ તરસ્યા, બીજ ઊંઘે છે ભૂખ્યાં,’
કૂવો બોલ્યો: ‘તળિયું દેખું, પનિહારી સૌ દુખ્યાં’;
ચકલી બોલી: ‘નાની ઠીબમાં બે ટીપાં તો દઈ!’…
વાદળ પૂછે…

શહેર બોલ્યું: ‘ના, ના, ભાઈ, ટ્રાફિક જામ થશે,
ખાડા ભરાશે, ગટર ઊભરાશે, ઑફિસ કોણ જશે?’
વાદળ હસ્યું: ‘રોજ તું આમ કહે, પછી ટૅન્કર માગે સહી!’…
વાદળ પૂછે…

પરાગ કહે: વાદળ તો છે માની જેવું ભોળું,
સૌને સરખું દે, ના પૂછે કોણ સારું, કોણ ખોટું;
ઝરમર ઝરમર વરસી પડ્યું, સૌને ભીંજવી ગઈ…
વાદળ પૂછે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખપડઘોઆગલો લેખ →ચૅનલ પર