← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બાપની કડવી જબાન જ વાડ કાંટાળી હતી,
એટલે તો વેલ મારી આટલી વ્હાલી હતી;
કેમ કાંટા ત્યાં હતા, એ આજ સમજાયું મને,
ઢોરથી, વંટોળથી, એણે મને ઝાલી હતી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચાલેઆગલો લેખ →ઘણું છે