← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાડ પાસેનું બાળક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢળતી સાંજે
સરહદની કાંટાળી વાડ પાસે
એક બાળક
ધૂળમાં આંગળીથી
પતંગ દોરે છે.

ચોકીના મિનારેથી
એક સૈનિક
દૂરબીનમાંથી જુએ છે —
પહેલાં બંદૂક જેવી નજરે,
પછી બાપ જેવી.

બાળક પતંગને
દોરી દોરતું જાય છે,
દોરતું જાય છે,
વાડની પેલે પાર સુધી.

સૈનિક ધીમેથી
બંદૂક નીચી કરે છે.

નકશામાં
આ વાડ સરહદ છે;
પણ એ સાંજે
ધૂળ પરની એક દોરીએ
બે દેશને
એક આકાશ આપી દીધું હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમારામાંઆગલો લેખ →ઇશ્યુ નહીં થયેલી ચોપડી