← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાડ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાડ્યું બાંધી ખેતર ફરતી, વાડ્યું બાંધી ઘર,
હૈયા ફરતી વાડ્યું બાંધી, ને ભૂલ્યા રે ઈશ્વર.

શેઢે શેઢે ઝઘડા થ્યા, ને કોરટ ચડ્યા ભાઈ,
એક ચાસની ધરતી માટે તૂટી ગઈ સગાઈ;
માડી બેઠી ઓસરીએ ને રડતી રહી સરભર…
વાડ્યું બાંધી…

ચકલી આવી, ખિસકોલી આવી, વેલ ચડી વાડે,
એને ક્યાં ખબર કે આ તો આપણને જ નડે?
વાડ્યે ખીલ્યાં ફૂલ ને તોયે આપણે રહ્યા પથ્થર…
વાડ્યું બાંધી…

પરાગ કહે: આ વાડ્યું તોડો, ઝાંપો ખુલ્લો રાખો,
પાડોશીના ચૂલે પણ તમે હેતનો દીવો ચાખો;
સીમાડા તો નકશે હોય, ના હૈયામાં ઘર કર…
વાડ્યું બાંધી…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખતો ખરાઆગલો લેખ →અફવા