← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વૉલ પર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મોતને પણ લોક ફૂલોથી સજાવે વૉલ પર,
લાશ ઠંડી, પણ ગરમ ચર્ચા જગાવે વૉલ પર.

ભોજનો ઠંડાં થયાં, પણ પાડવી પ્હેલાં છબી,
ને પછી ઢોંસો ય સૌની લાળ લાવે વૉલ પર.

મિત્ર હજ્જારો, છતાં બીમાર પડ્યો એકલો,
ને પછી સાજો થયો, તો સૌ વધાવે વૉલ પર.

દેવ ઝાંખા, હું ચમકતો, મંદિરે સેલ્ફી મહીં,
એટલે તો દેવ પણ માથું નમાવે વૉલ પર.

દાદ ગઝલોને મળી બે, ને પરાગે જોઈ ત્યાં,
એક બિલ્લીની અદા તો લાખ લાવે વૉલ પર.

– પરાગ રતનપરા

#ગઝલ #વ્યંગ #સોશિયલમીડિયા #ફેસબુક #દંભ #પરાગરતનપરા
#GujaratiGhazal #SocialMediaSatire #Facebook #VirtualLife #Hypocrisy #ParagRatanpara

ગઝલવ્યંગ
← પહેલો લેખરોપી દેઆગલો લેખ →કાયપો છે!