← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાયપો છે!

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાયપો છે! કાયપો છે! ગાજે આખું ગામ,
ઊડે રે મારો લાલ પતંગો, લઈ પવનનું નામ.

વહેલી સવારે ધાબે ચડિયો, ફિરકી લીધી હાથ,
બા બોલાવે: ‘ઊંધિયું ઠરશે!’ — કોણ સાંભળે વાત?
પેચ લડાવું, ઢીલ મૂકું, ભૂલું ભૂખ તમામ…
કાયપો છે! કાયપો છે!…

સામે ધાબે લીલી ઓઢણી, લીલો એનો પતંગ,
મારો ને એનો પેચ લાગ્યો, આભે જામ્યો જંગ;
એણે કાપ્યો મારો પતંગ, ને દિલ પણ સાથે, રામ!…
કાયપો છે! કાયપો છે!…

પરાગ કહે: આ દોરી જેવો છે સઘળો સંસાર,
ખેંચો ઝાઝું તો એ તૂટે, ઢીલ દો તો પાર;
ઊંચે ઊડવું હોય તો રાખો હળવી હાથ-લગામ…
કાયપો છે! કાયપો છે!…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખવૉલ પરઆગલો લેખ →થવાનું