← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉકેલ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મને સમજવા
ઘણાએ પ્રયત્ન કર્યા.

જ્યોતિષીએ હાથ જોયો,
ડૉક્ટરે નાડી,
મનોચિકિત્સકે સપનાં,
પત્નીએ ચૂપકીદી.

સૌએ પોતપોતાના
રિપોર્ટ લખ્યા —
કોઈમાં હું ગ્રહ નીકળ્યો,
કોઈમાં બીમારી,
કોઈમાં ગ્રંથિ,
કોઈમાં બેદરકારી.

ફક્ત મારી દીકરીએ
મારાં ચશ્માં પહેરીને
અરીસામાં જોયું,
ને કહ્યું:
‘પપ્પા, તમે તો હું જ છો,
ફક્ત મોટા.’

આટલો સરળ ઉકેલ
કોઈ ગ્રંથમાં નહોતો.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઊગવામાં છેઆગલો લેખ →કામણ