ઉગાડું
મળે બીજ તો હું પહાણે ઉગાડું,
ગુલાબો ય સૂના મશાણે ઉગાડું.
ભલે હાથ રણ ને નયનમાં તરસ હો,
ઝરણ એક તો પણ ઢળાણે ઉગાડું.
ન નેતા, ન વાદા, ન મોંઘી સભાઓ,
ધરા પર, ધરાના પ્રમાણે ઉગાડું.
નથી બાગ મારો, નથી ખેત મારું,
નવી કૂંપળો હું વહાણે ઉગાડું.
પરાગે ભરી મ્હેક ખોબે, હજી તો
ગઝલ થઈ, નવા કો વિહાણે ઉગાડું.
– પરાગ રતનપરા
#ગઝલ #આશા #સર્જન #ખેડૂત #સંકલ્પ #પરાગરતનપરા
#GujaratiGhazal #Hope #Creation #FarmersWisdom #Resolve #ParagRatanpara