ફોજી આવે છે
આજની ઘડી રે રળિયામણી, મારો ફોજી આવે છે ગામ,
તોરણ બાંધો રે આંગણે, ને ઢોલ વગાડો ઠામ ઠામ.
બાર મહિને રજા મળી છે, ટ્રેન તો ધીમી ચાલે,
મારું મનડું ઊડીને પહોંચ્યું સરહદ પેલે પાલે;
બાએ લાપસી ઓરી, ને દાદાએ જપ્યા રામ…
આજની ઘડી…
ગામની ભાગોળે ઊભાં છોકરાં લઈને ધજા,
ઝાંપે ઊભી હું શરમાતી, ના કહેવાય, ના મજા;
પત્રોમાં જે લખ્યું’તું, એ આંખે કહીશ તમામ…
આજની ઘડી…
પરાગ કહે: પંદર દી’ની રજા, ને આખા વરસનો વિયોગ,
એક એક પળને જીવી લેજે, એ જ સાચો સંજોગ;
દેશ માટે જાય ભલે, આજ તો તારું નામ…
આજની ઘડી…
– પરાગ રતનપરા