ઉધારે
બધું આ મને તો મળેલું ઉધારે,
હતું શ્વાસનું પણ ગણેલું ઉધારે.
ખુશી પણ મળી તો મળી વ્યાજ સાથે,
હતું હોઠ પર જે, હસેલું ઉધારે.
નવું ઘર, નવી કાર, રંગીન ભીંતો,
અને ખાતરીથી લખેલું: ‘ઉધારે’.
તને થાળમાં શું ધરું, ઓ વિધાતા?
ધરું ફૂલ, તો એ ઉગેલું ઉધારે.
પરાગે ધરી જે ગઝલ, એ ય કોની?
હતું ફૂલનું, બસ ભરેલું ઉધારે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઉધાર #જીવન #વ્યંગ #સમર્પણ #પરાગરતનપરા
#GujaratiGhazal #BorrowedLife #EMI #Surrender #Gratitude #ParagRatanpara